ધન્ય ધન્ય ધરણી ધારની
ધન્ય બાપા રામ ,
જડ જેવો ને જગાડ્યા
અવિચળ સ્થાપ્યા ધામ.
અનેક જીવોના ઉધ્ધાર અર્થે ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતના સાવરકુંડલા તાલુકાના એક નાનકડા એવા ધાર (કેરાળા) ગામમાં પરિબ્રહ્મ નારાયણ પરમેશ્વરે ખૂબ કૃપા કરી, અનેક જીવોના ઉદ્ધાર માટે અવની ઉપર પ્રાગટ્ય કરે છે, અને તેઓ પોતાના જાણીને અનેક જીવોને આ ભવસાગરમાંથી ઉગારી લે છે.
આ માટે ધાર ગામના એક કણબી જ્ઞાતિના ઠુંમર પરિવારમાં માતાશ્રી કમરમાં અને પિતાશ્રી બેચર બાપા ને ત્યાં વિક્રમ સવંત ૧૯૫૮ અને ઈ.સ.૧૯૦૨ મા લક્ષ્મણબાપુ નુ પ્રાગટ્ય થયું હતું. કહેવાય છે કે આ સમયમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાં અનેક સંતો ના પ્રાગટ્ય થયા હતા આ સમયને સુવર્ણ સમય પણ કહેવામાં આવે છે મહાન સંતોના પ્રાગટ્યથી ધરણી સોળે કળાએ ખીલી ઉઠી હતી એમા ધારગામમાં પ્રકૃતિ ખૂબ ખીલી ઉઠી હતી.
માતા કમર મા અને પિતા બેસર બાપાના સારા સંસ્કાર થી બાળપણથી જ એવા બીજ રોપવામા આવ્યા હતા. કે જીવ દુભા એ હરિદુભાય માટે મન કર્મ વચનથી પણ કોઇનુ ખરાબ ન કરવું. એવી બાળપણથી જ સાચી સમજણ અને સંસ્કાર નું વાવેતર કરેલ હતું બાળપણથી જ ખૂબ દયાભાવ દાખવતા હતા લોકો પ્રત્યે આદરભાવ પ્રેમભાવ જોઈને સૌ કોઈને તે ખૂબ પ્રિય લાગતા હતાં. આમ બેચર બાપા અને કમરમાં જીવનમાં આનંદની હેલીઓ ઉઠી રહી હતી. પછી બીજા પુત્ર સ્વરૂપે ગંગદાસ બાપાનો જન્મ થાય છે ગંગદાસ બાપા એ બાપાશ્રીના નાના ભાઈ હતા.
બાપાશ્રી ધાર ગામ માં પોતાની બાળલીલા કરી યુવાવસ્થા તરફ જઈ રહ્યા હતા. થોડા સમય બાદ બાપાશ્રીના લગ્ન મોરબા વીરડી ના કાકડીયા કુટુંબના મલુ મા સાથે દામ્પત્ય જીવનના સંગાથે બંધાયા હતા ત્યાં જે થોડા સમયમાં પિતાશ્રી બેચર બાપા નિર્વાણ પામે છે, અને ઘરની જવાબદારી બાપાશ્રી પર આવી પડે છે, ટુકી ખેતી અને વર્ષ નબળા થવાને કારણે ઘરની પરિસ્થિતિ આર્થિક રીતે નબળી થઈ ગઈ હતી. બાપાશ્રીને ત્યાં બે સંતાન પ્રાપ્તિ થાય છે મોટા શંભુરામ બાપુ અને નાના રવજી બાપા જે નાના હતા ત્યાંજ તેમના પરથી માતાશ્રી મલુ માની છત્ર છાયા જતી રહે છે મલુમાં નિર્વાણ થયા બાદ બાપાશ્રીના માતૃશ્રી કમરમાં બંનેને લાડકોડથી ઉછેરી રહ્યા હતા પરિસ્થિતિ નબળી હોવાને કારણે બાપાશ્રી અમદાવાદ મિલમાં કામ કરવા માટે ગયા હતા. બાપાશ્રી પઠાણ ની ચાલી માં ખોડાબાપા રસનાળ વાળા સાથે રહેતા હતા.
બાપા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય પાળતા હતા બાપાશ્રી ભરકડો તારો ઉગે તે પહેલા સાબરમતીમાં સ્નાન કરવા માટે જતા હતા પછી તે શાહીબાગ મંદિર દર્શન કરવા માટે જતા હતા. આ બાપાશ્રીનો એક નિત્યક્રમ હતો જો ક્યારેક મોડું થઈ જાય તે દિવસે બાપા નિર્જળા ઉપવાસ કરતા હતા.
બાપાશ્રીનાં માસીયાઈ ભાઈ રામજી બાપુ પણ મિલમાં કામ કરતા હતાં જે પાટી ગામના હતા. પરમ પૂજ્ય શ્રી સુખરામ બાપુ (મોટાભમોદરા) ના શિષ્ય રામજી બાપુ હતા."ભાલાવાળા મારી ભેરે રેજો" જેવા અનેક પદો સુખરામ બાપુ દ્વારા રચાયા હતા સુખરામ બાપુ વારંવાર રામજી બાપુ ને કહેતા કે ભગત કુવા ની છાયા કૂવામાં વિસમે એવું પાત્ર મને મળ્યું નહીં, ત્યારે સુખરામ બાપુ ને કીધું કે મહારાજ એવું પાત્ર મારા માસિયાઈ ભાઈ લખમણ ભગત છે પણ તે સ્વામિનારાયણ સંપ્રદાય પાળે છે તો શું થયું તેને અહીં તેડી લાવો રામજી બાપુ કહે બાપા તે મારાથી નહીં આવે પછી રામજી બાપુ અમદાવાદ આવે છે અને સઘળી વાત બાપાશ્રીને કહે છે.
એક દિવસ બાપાશ્રી રાત્રે સુતા હતા ત્યાં સુખરામ બાપુ પ્રગટ થઈને બાપાશ્રી ને કહ્યું ભગત સૂતાસો શું ચાલો ભમોદરા આવો એમ કહી દર્શન આપીને અંતઃ ધ્યાન થયા પછી રાત્રી ની સઘળી વાત રામજી બાપુ ને કહી માથે ધોળો સાફો, કેસરી ખેસ, સફેદ ઝભ્ભો, ધોળી ડાઢી, હાથમાં રામદંડ અને ગળામાં માળા હતા. બસ એ જ મારા ગુરુ મહારાજ સુખરામ બાપુ તમને તેડવા આવ્યા તો હવે ભમોદરા ચાલો અને સુખરામ બાપુ ને ગુરુ ધારણ કરો.
સુખરામ બાપુ એ ઈ.સ.૧૯૪૧ એટલે વિક્રમ સવંત.૧૯૯૭ ના ચૈત્ર સુદ એકમનું રામ પારાયણ નું આયોજન કર્યુ હતુ. ત્યારે બાપાશ્રી અને રામજી બાપુ ને તેના મોટાભાઇ કરસન બાપા અને ખોડાબાપા રસનાળ વાળા ને પ્રભુદાસ હીરાલાલ ખારવાવાળા ને વલ્લભભાઈ ચાડીયા વાળા અને શંભુભાઇ ભવાનભાઇ ફતેગઢ વાળા બધા પહેલા ધારે આવ્યા. ધારે થી શંભુરામ બાપુ અને બાપાશ્રીના માતૃશ્રી કમરમાં ને સાથે લઈને ભમોદરા ગયા હતા.
ત્યાં સુખરામ બાપુ એ બધાને નવ દિવસ સુધી રોક્યા અને સત્સંગ નો અનેરો લાભ આપ્યો. પછી સુખરામ બાપુ એ બધાને ઉપદેશ આપ્યો. પછી વળ તે દિવસે બાપાશ્રી સુખરામ બાપુ પાસે રજા લેવા ગયા. સુખરામ બાપુ એ કહ્યું માંગો ભગત માંગો, ત્યારે બાપાશ્રીએ કહ્યું મારે ભક્તિ સિવાય કાંઈ નથી જોતું. સુખરામ બાપુ મોજમાં આવીને કહે છે આને ક્યાં વાર છે આ તો તૈયાર પાત્ર છે ''ત્રણ દિવસમાં સિદ્ધ''. આમ કહીને સુખરામ બાપુએ પોતાની સર્વસ્વ મોજ બાપાશ્રી ઉપર ઉતારી દીધી. અને બાપાશ્રીને અને તેમની સાથે આવેલા સર્વે ભાઈઓ ને રજા આપી.
બાપાશ્રી ત્યાંથી આવીને ત્રણ દિવસ ધાર રોકાયા ને પછી પાછા અમદાવાદ મિલમાં કામ કરવા માટે ગયા ત્યાં થોડા જ દિવસો પછી ઈ.સ.૧૯૪૧ એટલે વિક્રમ સવંત.૧૯૯૭ ને અષાઢ વદ ચોથને શનિવારના દિવસે સુખરામ બાપુ નિર્વાણ પદ પામ્યાના સમાચાર સાંભળતા બાપાશ્રીના હૃદયમાં ઘણું દુઃખ થયું બાપાશ્રી જાણતા હતા કે મહાપુરુષો તો અખંડ છે એમ સમજીને મનના દુઃખને દૂર કરતા હતા અને ભજન માં તાર લગાવી દીધો હતો. એમાં થોડા દિવસમાં દિવાળી આવી અને ત્રણ દિવસની રજા હતી એ વખતે બાપાશ્રીને તાવ આવ્યો અને બાપાશ્રીના ઉરમાં એવી ઊર્મિ જાગ્રત થઈ મારે ભજન માં બેસી જવું છે. પઠાણ ની ચાલી માં પલંગ ઉપર મચ્છરદાની બાંધીને ભજન માં બેસી ગયા અન્નજળનો ત્યાગ કર્યો. સુખરામ બાપુ ના બોલ પ્રમાણે જ બાપાશ્રીને ત્રીજે દિવસે બ્રહ્માકાર ની સ્થિતિ થઈ પછી બાપા મિલમાં કામ કરવા જતાં મિલના સંચાના નાદ સાથે નાદ બ્રહ્મ સ્થિતી એક થતાં બાપાશ્રી ભાવના આવેશમાં આવીને પડી જતા અને કારીગરો ઘરે મૂકવા માટે બાપાશ્રીને આવવા પડતા. આવિર્ભાવ ની સ્થિતિ ઉત્પન્ન થતાં, બાપાશ્રી મિલમાં કામ કરી શક્યા નહીં પછી તે ધાર આવતા રહ્યા. અને ખેતીનું કામ કરવા લાગ્યા.
એક નાનું માળવાળું મકાન (મેડીવાળુ) અને થોડી જમીન હતી હવે તેમાં જ ઘરનું ગુજરાન ચલાવવાનો હતું. બાપાશ્રી ખેતીનું કામ કરવા માટે ખેતર જતા હતા, પરંતુ જ્યારે સર્વ વ્યાપક વિશ્વ ઈશ્વર મય બની ગયું, છોડ માત્ર માં પણ ઈશ્વરના દર્શન થવા લાગ્યા, પછી ખેતીનું કામ કરી શક્યા નહીં.
બાપાશ્રીની ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે ઠાકોરજી એ એક વર્ષની કામ કરવાની છુટ્ટી આપી, પરંતુ બાપાશ્રીએ અડગ રહીને કોઈ પાસે લાંબો હાથ કર્યા વિના ઘરના વાસણો પણ વેચીને મુસીબતોનો સામનો કર્યો. તેમા પણ સમાજની ખૂબ કનડગત હતી. આવી વિકટ સમયમાં પણ બાપાશ્રી ભક્તિમાં અડગ રહ્યા હતા પછી એક વર્ષ બાપાશ્રી એ કામ કર્યું.
ત્યાર પછી બાપાશ્રી મેડી ઉપર ભજન કરવા બેસી ગયા, બે ટાઈમ એક કપ ચા સિવાય કશુ લેતા નહીં, અનનો ત્યાગ કર્યો આવા જ્યારે પિસ્તાલીસ (૪૫) ઉપવાસ થયા હતા ત્યારે કુટુંબમાં એક ભાઈ મરણ પામ્યા હતા તો કુટુંબના રિવાજ પ્રમાણે સાંજે તેમના ઘરે બેસવા જતા હતા રસ્તામાં બાપાશ્રીને એક મોટા સર્પે ડંશ મારો અને ત્રણ ઊંડી દાઢો બેસાડી દીધી હતી, એમાં એક ભાઈ બોલી ગયા કે ભગત કેવા છે હવે ખબર પડશે,
બાપાશ્રીને આ સાંભળતા રંજ થયો અને કહ્યું મારે સર્પ ઉતારવો નથી મને નાગ નહીં ચડે. આમ કહી બાપાશ્રી ભજન માં બેસી ગયા, અને બાપાશ્રીને બીજા દિવસે લીલા કાચ ઝાડા વાટે ઝેર નીકળી ગયું, આમ ઠાકોરજી ઝેરના જારણહાર છે, જ્યારે એકસો દસ (૧૧૦) મો ઉપવાસ ચાલતો હતો, બાપાશ્રી ખેતરમાં નવો કૂવો ગાળતા હતા તેમાંથી કોહ વાટે ગાળ બહાર કાઢતા હતા, ચાલીને મોલડીથી બળદ લેવા ગયા, જ્યારે દોઢસો (૧૫૦) મો ઉપવાસ પુરા થયા તે જ દિવસે બાપાશ્રીએ ઠાકોરજીને થાળ ધરી ને ઉપવાસનાં પારણાંમા મોટા પાંચ લાડવા હરીહર કરી ગયા બાપાશ્રીની આવી અપારશક્તિ હતી.
વિક્રમ સવંત ૨૦૦૪ ને માગશર સુદ બીજ ને તારીખ ૧૪/૧૨/૧૯૪૭ ના રોજ રવિવારના દિવસે બાપાશ્રીએ ભાગવત મહાપારાયણ સપ્તાહનું આયોજન કર્યું હતું, જેમાં રેવાશંકર જીવરામ ભટ્ટ મહારાજના મુખેથી ભાગવત સપ્તાહ નુ રસપાન કરવામાં આવ્યું હતું આ કથા ઘર પર્યાપ્ત જ કરવામાં આવી હતી .
આ સમયે ત્રણ વર્ષથી મોળા વર્ષ અને દુષ્કાળ જેવી પરિસ્થિતિના કારણે ગામના લોકોએ એક યજ્ઞનું આયોજન કર્યું હતું જેમાં ગામના આગેવાનોએ કહ્યું કે બાપાશ્રી ઘણાં સમયથી ઉપવાસ કરે છે તે શા માટે ઉપવાસ કરે છે તે જાણવા માટે ગામના લોકો બાપાશ્રી પાસે આવીને બાપાને કહેવા લાગ્યા કે તમે ઉપવાસ શા માટે કરો છો બાપાશ્રીએ કહ્યું કે હું તો ભક્તિ અને આત્મકલ્યાણ અર્થે ઉપવાસ કરું છું તો ગામના આગેવાનોએ કહ્યું કે આપને જેમ ઈચ્છા હોય તેમ અમને કહો અમે એ સેવા કરવા માટે તૈયાર છીએ ત્યારે બાપાશ્રીએ કહ્યું કે મારે હવે એકાંત માં ભજન કરવું છે.
ત્યાર પછી વિક્રમ સવંત ૨૦૦૪ માં માગશર સુદ પૂનમ શનિવાર તારીખ ૨૭/૧૨/૧૯૪૭ ના રોજ ગામના લોકો સાથે બાપાશ્રી વાંજતે ગાંજતે ગામના આથમણા પાદર આવ્યા અને અહીં સરમાળીયા દાદા ની જગ્યા માં બાજરાની ચાર ભારા કડબ લાવીને એક નાની એવી ઝુંપડી બનાવીને બાપાશ્રી એકાંતમાં ભજન માં તારા બાંધીને બેસી ગયા. બાપાશ્રીએ ઘરનો સર્વે વ્યવહાર શંભુરામ બાપુને સોંપીને ભજનમાં લીન થઈ ગયા અને આ સમયે ગામના આથમણા પાદર એટલે કે બાપાશ્રીએ ઝુંપડી બાંધી હતી ત્યાં આસપાસ સાંજના સાત વાગ્યાથી રસ્તા બંધ થઇ જતા હતા એટલી ભૂતાવળ થતી હતી બાપાશ્રીએ સર્વ પ્રેતાત્માઓ ને મુક્ત કરી અને મુક્તિના માર્ગ તરફ વાળી હતી.
વિક્રમ સવંત ૨૦૦૪માં આસો માસમાં ગારાના બે મકાન બનાવ્યા હતા, જેમાં એક રૂમમાં ઠાકોરજી ની છબી પધરાવીને સીંહાસ બનાવવામાં આવ્યું હતુ.અને જેમાં બીજી રૂમમાં રસોડું હતું, જેમાં વિક્રમ સવંત ૨૦૦૫ માં બીજી રૂમમાં એક ભોયરુ ગાળવામાં આવ્યું હતું. સાત આઠ ફૂટ ઊંડું અને બે ફૂટ પહોળું ચાર ફૂટ લાંબુ અને ઉપર લાકડાનો બારણું બનાવ્યું હતું,
બાપાશ્રી દરરોજ ભોયરામાં ભજન કરવા જતા ત્યારે બાપાશ્રી ક્યારેક ભોયરામાં પાઘ,ખેચ, માળા, દિવો, દંડ અને ચાખડી વગેરે મુકાવતા હતા, તો એક દિવસ બાપાશ્રીને પૂછ્યું કે બાપા તમે ભજનમાં ભોયરામાં બેસો ત્યારે આ બધી વસ્તુઓ શા માટે મુકાવો છો? માળા, અને દીવો બેની જ જરૂર પડે બીજું શું કામ. બાપાશ્રીએ કહ્યું, અમારે પણ બહાર જવાનું હોય એટલે આ બધી વસ્તુ જોઈએ કોઈને ત્યાં મહેમાન થઈને જઈએ તો એમનેમ જવાય આમ બાપાશ્રીકહેતા પછી ભજન માં બેસી જતા રાત્રે ભોયરામાં ભજન કરવા ગયા હોય ત્યારે સવારે ભોંયરામાંથી બહાર આવે ત્યારે બધાને પ્રસાદી આપતા હતા. આમ બાપાશ્રીની અકળ લીલાનું વર્ણન થઈ શકે તેમ નથી.
બાપાશ્રી દર વર્ષે સુખરામ બાપુ ની તિથિ ઉજવતા હતા, ત્યારે અનેક સંતો-ભક્તો આવતા હતા તેમને આનંદ અને સત્સંગ નો અનેરો લાભ આપતા હતા, બાપાશ્રીએ જીવનમાં કેવી રીતે રહેવું કેવી રીતે વર્તવુ, એ સર્વો ઉપર ખૂબ જ ભારપૂર્વક જીવનનું ઘડતર કરતા હતા. બાપાશ્રી કહેતા કે આગળ દિવસો ખુબજ વિપરીત આવશે માટે ચેતીને રહેજો, મીઠાની કાકરી અને રોટલો ખાયલેજો પણ કર્જ કદાપી કરતા નહી,અને કરકસરાઈ એ આપણો બીજો ભાઈ છે,આપણે લુચાઈ નથી કરવાની જેની જરુર હોય તે કરો પણ કરકસરાઈ જીવનમાં જરુરી છે, આમ બાપાશ્રી સવૉનું ઘડતર કરતા હતા. આમ બાપાશ્રી સર્વો સેવક સમુદાયને પોતાના સ્વજનથી પણ વિશેષ સાચવતા હતાં. બાપાશ્રી સર્વો જીવાત્મા પ્રત્યે પ્રેમભાવ અને કરૂણા દાખવતા હતા.
વિક્રમ સવંત ૨૦૧૨માં ગારાના મકાન પાડી ને મોટા બે વિલાયતી નળિયા વાળા બે ઓરડા ઉગમણા બારના બનાવ્યા હતા જેમાં પાછળ રસોડું અને ભંડાર ઓરડી હતી,આગળ અને પાછળ લાંબી ઓસરી અને આગળની બાજુ ઓસરીમાં જ ભોયરું આવી ગયું હતું, વિક્રમ સંવત ૨૦૧૩ની સાલમાં મકાન નુ કામ સંપુર્ણ થયું હતું
વિક્રમ સંવત ૨૦૧૩માં શ્રાવણ સુદ બીજના દિવસે રામ,લક્ષ્મણ,જાનકીજી ના સ્વરૂપ નું સ્થાપન બાપાશ્રી ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, અને ઓસરીમાં જ યજ્ઞ કુંડ બનાવીને યજ્ઞ કાર્ય કર્યું હતું રેવાશંકર જીવરામ ભટ્ટ મહારાજ દ્વારા યજ્ઞ અને રામ પારાયણ કથાનું રસપાન કરાવ્યું હતું અને ચિંહાસનમાં રામ,લક્ષ્મણ,જાનકીજી,ના સ્વરૂપ પધરાવ્યા હતા તેની દરિયાદી બાજુમાં રામદેવજી મહારાજ નું પંચધાતુ નું સ્વરૂપ પધરાવ્યું હતું આમ બાપાશ્રી ના વરદ હસ્તે ચિંહાસન સ્થાપિત કરવામાં આવ્યું હતું
વિક્રમ સંવત ૨૦૧૫ માં એક વખત રામાણી કુંટુંબનાં એક નાની વયના બેનને સર્પ ડંસૅ થયો હતો ત્યારે તેવોએ મણીરામ વ્યાસને જે મહાકાળી ના ઉપાસક હતા જેણે આંખી રાત સર્પ ઉતાર્યો અને ઘણા પ્રયત્નો કર્યા છતાં સર્પ ઉતર્યો નહીં વિષનું પ્રમાણ વધવાથી ગાંઠ નિદ્રામાં ચાલ્યા ગયા અને અંતે પ્રાણ પંખી ઉડી ગયું હતું, પછી સવારે સાત વાગ્યે બાપાશ્રી પાસે લાવ્યા અને બાપાશ્રી ને કહ્યું બાપારામ અમે આને તમારે શરણે લાવ્યા છીએ અમારા ઉપર કૃપા કરો અને દયા કરીને આને જીવન દાન આપો,
બાપાશ્રી એ કહ્યું અહીં ઓસરીમાં ઠાકોરજી ના ઓરડા સામે સુવડાવીને સફેદ કપડું ઓઢાડીદો અને બાપાશ્રી ઠાકોરનાં ઓરડામાં ચાલ્યા ગયા અને ઠાકોરજી ને ધૂપ કરી દીપ પ્રાગટ્ય કરી ભોંયરામાં ભજનમાં બેસી ગયા પછી અગિયાર વાગ્યે ભોંયરામાંથી બહાર આવીને ઠાકોરજીનાં ઓરડામાં જઈને જળની જારી ભરીને બહાર આવ્યા અને એક અંજલિ ભરીને છાટી ત્યાં થોડી વારમાં તે બેન બેઠા થયા આમ, બાપાશ્રીએ નવું જીવન દાન આપ્યું હતું.
બાપાશ્રીએ નાગજીભાઈ ભવાનભાઈ રામાણીને કહ્યું ભાઈ આ તો ઠાકોરજી લાજ રાખે પણ આ કાર્ય કરાય નહીં, નહીં તો અહીં સમાધીનાં ખાડા ગાળવા પડે અને ઠાકર પાસે કાર્ય કરાવવું તે સારુ ના લાગે માટે હવે ધ્યાન રાખવું.
આમ, બાપાશ્રીએ બહેનને સજીવન કર્યા તે જોઇને મણીરામ વ્યાસ બાપાશ્રીનાં શરણોમાં પડી ગયા અને બાપાશ્રીનાં શિષ્ય બનવાનો લાભ લીધો હતો બાપાશ્રીએ તેને કહ્યું હવે તમારે ભવાઇ નથી ભજવવાની તમારે ઠાકોરજીનું ભજન કરવાનું છે માટે હવે પછી તમે ભવાઇ રમતા નહીં બાપાશ્રીની આજ્ઞા સીરોધાર્ય કરીને ઉપદેશ ( દીક્ષા ) લઇને તે પોતાના પંથે ચાલ્યા ગયા જેવો માંગરોળ પાસેનાં હતા આમ બાપાશ્રીએ અનેક પરસા પૂર્યા હતા જેનુ વર્ણન કરી શકાય તેમ નથી.
એક વખત રામજી બાપુ બાપાશ્રી નાં માસીયાઇ ભાઈ, ગુરૂ ભાઈ શ્રી સુખરામ બાપુ નાં શિષ્ય જેમણે પાટી મુકામે આશ્રમમાં મંડપ મેળાવડો કર્યો હતો. ત્યારે રામજી બાપુ એ બાપાશ્રીને વાયક પાઠવ્યા અને બાપાશ્રી અને ભગવાનજી મહારાજ ગોર બે ઘોડા લઇને અને એક બળદ ગાડું લઇને પાટી જતા હતા. બળદ ગાડામાં શ્રી કાનદાસ બાપુ, રવજી બાપા તેમજ ભાવિક ભક્તો હતા. અને બાપાશ્રી અને ભગવાનજી મહારાજ ગોર ઘોડા લઇને પાટી ગયા હતા.
ત્યારે રસ્તામાં ભગવાનજી મહારાજ બાપાશ્રીને ઘણી વાતો કરતા જતા હતાં ત્યાં બાપાશ્રીને તેમણે કહ્યું બાપારામ અત્યારે કોઈ રામદેવજી મહારાજનાં દર્શન કરાવે એવું ખરુ., ત્યારે બાપાશ્રીએ પોતાની ઘોડી પાછી વાળીને ઘોડે અશ્વાર થયેલ બાપાશ્રીએ ભગવાનજી મહારાજ ગોરને કહ્યું.કરી લ્યો । રામદેવજી મહારાજના દર્શન, પરંતુ ભગવાનજી મહારાજ ને મનમાં એમ થયું કે આ ઘોડી તો માંગેલ છે જો નીચે ઉતરીને દર્શન કરવા જાવ ને ઘોડી ભાગી જશે. તો શું કરશું આમ વિચાર કરવા લાગે છે અને ઘોડા પરથી જ બાપાશ્રીના દર્શન કરવા લાગે છે પછી બાપાશ્રી અને ભગવાનજી મહારાજ તેમજ સર્વે પાટી મુકામ રામજી બાપુ ને ત્યાં પધારે છે. રામજી બાપુ એ ખૂબ જ ભાવભર્યું સ્વાગત કર્યું અને ભજન કીર્તન અને ધૂન ની રમઝટ થી ખૂબ જ બધાએ મોજ લીધી હતી.
ત્યાર પછી રામજી બાપુ બાપાશ્રીને આવીને કહે છે ભાઈ રસોઈ ઘટે તેમ લાગે છે ઘણા માણસો છે અને રસોઈ હવે કેમ થશે નવી રસોઈ માટે કાચો માલ લાવવો પડશે, બાપાશ્રીએ કહ્યું ભાઈ ચાલો આપણે રસોડામાં જઈને જોઈએ. આમ, રસોડામાં આવીને બાપાશ્રી અને રામજી બાપુ એ જળ લઈને રસોઈ ફરતે પ્રદક્ષિણા કરીને કહ્યું. હવે રસોઈ ઘટે નહિ જેમ જમાડવા હોય તેમ જમાડો ત્યારે સર્વોને પ્રસાદ લીધા પછી બધાને પ્રસાદ આપે છે છતાં પ્રસાદ વધે છે. આમ, પાટી મુકામે બાપાશ્રી અને રામજી બાપુ લીલા કરે છે.
પછી બાપાશ્રી અને રામજી બાપુ આખી રાત ભજનના સત્સંગનો અનેરો લાભ આપીને બાપાશ્રી બીજે દિવસે સવારે રામજી બાપુ પાસે વિદાય માંગે છે ત્યારે રામજી બાપુ બાપાશ્રીને કહે છે. હવે આપણે ક્યારે મળશું ત્યારે બાપાશ્રી રામજી બાપુને કહે છે. આપણે ધારે સુખરામબાપુ ની તિથિમાં મળશું હવે અમે રજા લઈએ અને તમે સર્વો તિથિમાં પધારજો. આમ બાપાશ્રી ત્યાંથી વિદાય લે છે. અને મોટા ભમોદ્રા ગયા હતા જ્યાં ગોવિંદ ભગતે રાત્રિ રોક્યા હતાં. ત્યાં ગોવિંદ ભગત, ભાણા ભગત વગેરે ભાવિક ભક્તો સાથે બાપાશ્રીએ સુખરામ બાપુ નાં જીવન ચરિત્રની વાતો કરી હતી અને બીજા દિવસે બાપાશ્રી વિદાય લઈને ધાર આવે છે.